રાજ્યમાં આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે પાટણ હાઈવે પરની એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત ટેન્કર અને એક કાર વચ્ચે થયો છે.
અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોમાંથી એક બાળકી સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ કારની ટક્કર મહેસાણા તરફ જતાં એક ટેન્કર સાથે થઈ હતી. આ અકસ્માત થતાં હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચી આવી હતી. 108 ના મારફતે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા અકસ્માતના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માતના ભોગ બનેલું પરિવાર સુરત થી મેથાણીયા ગામમાં પ્રસંગ માટે આવતું હતું. તેઓ પોતાની કાર લઇને જઇ રહ્યા હતા તે દરમિયાન તેમનું અકસ્માત થયો છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માતની જાણ ગામના લોકોને થતા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય લોકો એક જ પરિવારના હતા.
આ અકસ્માતમાં ત્રણ વર્ષથી એક નાની બાળકી નું મૃત્યુ થયું છે. તેણે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. જેમાં જૈમિન પટેલ, દીકરી ખુશી પટેલ અને આશિષ પટેલ નું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!