સુરતમાં વેડરોડ વિસ્તારમાં એક પિતાએ તેની 16 વર્ષની દીકરીને મોબાઈલ પરત ન આપ્યો, દીકરીને ખોટું લાગતા દીકરીએ પોતાનો જીવ લઇ લીધો

Published on: 9:12 pm, Wed, 1 September 21

સુરતની વેડરોડ વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ થોડાક સમય સુધી આશ્ચર્યચકિત થઈ જશે. મળતી માહિતી અનુસાર આ ઘટના વેડરોડ વિસ્તારની આનંદ પાર્ક સોસાયટી ની છે. આનંદ પાર્ક સોસાયટીમાં રહેતી એક 16 વર્ષની વિદ્યાર્થિનીએ પોતાનું જીવન જીવવું કર્યું છે.

વિદ્યાર્થીનું આ પગલું ભરવાના કારણે તેના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. રીક્ષા ચાલક પોતાની એકની એક દીકરી એ મોબાઈલ ના કારણે પોતાનો જીવ ટૂંકો કર્યો છે.

પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત ન આપતા દીકરીને ખોટું લાગ્યું હતું અને તેના કારણે દીકરી એ આ પગલું ભર્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને ચોકબજાર પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના આજ બપોરે બની હતી. આ ઘટનામાં 16 વર્ષની ખુશ્બુ કિપા શકર ઉપાધ્યાય ધોરણ- 11 ની વિદ્યાર્થીનીએ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

આ દીકરીએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં દીકરીના પરિવારના સભ્યો તેને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલમાં દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી.

ખુશ્બુ ના પપ્પા એ ફોન પર તેના આપ્યો તેને લઈને ખુશ્બુ એ પોતાનું જીવન ટૂંકું કર્યું હતું હાલમાં તો આ જ કારણ સામે આવ્યું છે. હાલમાં ચોક બજાર પોલીસ દ્વારા આ ઘટનાને લઇને તપાસ શરૂ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!