જુવાન દીકરા ની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢયું,વિધાર્થીના જીવ ટુંકાવ્યા પાછળનું કારણ જાણીને તમે અંચબામાં પડી જશો

Published on: 7:01 pm, Wed, 1 September 21

સમગ્ર રાજ્યમાંથી પોતાના જીવ ટુંકાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક તંગીમાં આવી ને પોતાના જીવ ટૂંકાવે છે અથવા તો કોઈ પ્રેમમાં નિષ્ફળતા મળવાને કારણે આ કાર્ય કરે છે.ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળતા મળતા પણ પોતાનો જીવ ભગવાન ના હવાલે કરી લે છે.

હાલ ડીસામાં એક યુવકે પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જવાના કારણે પોતાનો જીવ ભગવાન ના હવાલે કરી લીધો હોવાનું દુખદ સમાચાર સામે આવી રહ્યા છે.વિદ્યાર્થીએ પોતાનો જીવ ટુંકો કરતા કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે.

વિદ્યાર્થીઓ કોલેજ ના પ્રોફેસર અને પ્રિન્સિપાલ ને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે અને જો 12 દિવસમાં આચાર્ય સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓએ બેનરો સાથે ભારે સૂત્રોરચાર કર્યા હતા.

પ્રોફેસર અને પ્રિન્સિપલ સામે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે આવેલી ભારત નર્સિંગ કોલેજમાં બીએસસી નર્સિંગ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા.

પરેશ પુંજાભાઈ સુથાર ગામના વિદ્યાર્થી કોલેજમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતા પકડાઈ ગયા હતા જેના કારણે આચાર્ય તેની પાસે માફીનામું લખાવી તેના વાલીને બોલાવીને ઠપકો આપ્યો હતો.આ ઘટનાથી શોક પામેલા વિદ્યાર્થીએ ઘટનાના ત્રણ દિવસ બાદ સાબરમતી રિવરફ્રન્ટ પાસે કેનાલમાં કૂદી ને પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો.

જેના બાદ કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવતા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ટૂંકાવ્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યું હતું

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જુવાન દીકરા ની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢયું,વિધાર્થીના જીવ ટુંકાવ્યા પાછળનું કારણ જાણીને તમે અંચબામાં પડી જશો"

Leave a comment

Your email address will not be published.


*