સુરત-દાંડી રોડ પર એક કારનું જબરદસ્ત અકસ્માત, બે મિત્રો માંથી એક મિત્રનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 12:17 pm, Mon, 23 August 21

આજકાલ ગુજરાતમાં અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. અકસ્માતમાં એક વ્યક્તિની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પડે છે. ત્યારે મળતી માહિતી મુજબ સુરત દાંડી રોડ પર એક અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ મુજબ સુરત દાંડી રોડ પર અભેતા પાટિયા નજીક એક કાર અચાનક ઝાડ સાથે અથડાઈ હતી.

અને આ અકસ્માતમાં બે મિત્રોમાંથી એક મિત્ર ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રવીણભાઈ હતું અને તેઓ ટાઇલ્સ ના વેપારી હતા.

પ્રવીણભાઈ પરિવારમાં એકના એક દીકરા હતા.  આ સમગ્ર ઘટના રવિવારની છે રવિવારના રોજ તેઓ મંદિર દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમનું અકસ્માત થયું હતું.

અને અકસ્માતમાં ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું આ સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારને પડતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ રાજસ્થાનના વતની હતા તેઓ સુરતમાં દસ વરસથી ટાઇલ્સ નો ધંધો કરતા હતા. તેમને 10 વરસની દીકરી અને એક 4 વરસનો નાનકડો દીકરો હતો.

આ ઉપરાંત પ્રવીણભાઈ ના મિત્ર રાજેશભાઈને આ અકસ્માતમાં માથાના ભાગે ઇજા પહોંચી છે અને તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત-દાંડી રોડ પર એક કારનું જબરદસ્ત અકસ્માત, બે મિત્રો માંથી એક મિત્રનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*