ઇકબાલગઢ-ખારા માર્ગ પર જતી એક કાર અચાનક ખાબકી ખાડામાં, કારમાં મુસાફરી કરતા બે લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:23 am, Mon, 23 August 21

આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર અકસ્માતની ઘટના ત્રણ ચાર દિવસ પહેલાની છે.

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ખારા માર્ગ વચ્ચે એક કારચાલકે કાર પર કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં રહેલા ઉંડા ખાડામાં કાર ઘુસાવી દીધી હતી.

આ સમગ્ર અકસ્માતમાં 2 મહિલા નર્સ અને ઇજા પહોંચી છે તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે પાલનપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ વહેલી સવારે મારા નર્સિંગ સ્ટાફ ખારા ગામ જવા નીકળ્યા હતા. રસ્તામાં અચાનક કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો અને કારને રોડની સાઇડના ખાડામાં ઘુસાવી દીધી હતી.

મળતી માહિતી મુજબ જ્યારે કાર ખાડામાં ખાબકી ત્યારે કાર પલટી ખાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના લોકોએ કારચાલક સહિત ઈજા થયેલી નર્સ અને 108 મારફતે હોસ્પિટલ ખસેડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!