સુરતના હજીરામાં રોડ પર ઉભેલા ટ્રેલરમાં અચાનક ઘૂસી ગયો ટ્રક, ડ્રાઇવર ના બંને પગ…

Published on: 12:53 pm, Mon, 23 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે હજીરાના કિભકો ઓવરબ્રીજ નજીક રોડ પર બાજુમાં ઉભેલા ટ્રેલરમાં અચાનક પાછળથી એક ટ્રક ઘૂસી ગયો હતો. આ સમગ્ર ઘટના વહેલી સવારે બની હતી સમગ્ર બંને પગ કચડાઈ ગયા હતા.

ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ટ્રેલર હજીરા પોર્ટ પરથી કોલસી કરીને મુંબઈ જવા નીકળ્યો હતો.

અકસ્માતમાં ઈજા થયેલ આ વ્યક્તિનું નામ રાજેશ શાહું છે. તેઓ મધ્ય પ્રદેશના વતની છે. મળતી માહિતી મુજબ તેઓ લગભગ બે વર્ષથી સુરતમાં ડ્રાઇવિંગ કરીને રોજગારી કરી રહ્યા છે.

તેમના પરિવારમાં ત્રણ બહેનો અને માતા-પિતા સહિત પત્ની અને બાળકો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ડ્રાઈવર ના બંને પગ સ્ટેરીંગ માં પકડાઈ ગયા હતા.

પરંતુ ડ્રાઈવર નો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર રમેશને ટ્રકના કેબીનમાં થી મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો.

અને તેને સારવાર માટે સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની રમેશ ના પરિવારને જાણ થતાં પરિવાર ચિંતામાં પડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના હજીરામાં રોડ પર ઉભેલા ટ્રેલરમાં અચાનક ઘૂસી ગયો ટ્રક, ડ્રાઇવર ના બંને પગ…"

Leave a comment

Your email address will not be published.


*