એ…એ…આ તો ગયો..! હાથીનો બાટલો ફાટતા રસ્તાની વચ્ચોવચ બોલેરો કાર સાથે કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 5:13 pm, Thu, 19 January 23

સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણી વખત જંગલમાંથી પસાર થતા રસ્તા જંગલી પ્રાણીઓ આવી જતા હોય છે અને જેના કારણે દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે તાજેતરમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

એવું કહેવામાં આવે છે કે પાગલ હાથીના રસ્તામાં ક્યારેય ન આવવું જોઈએ. ઘણી વખત ગુસ્સામાં ભરાયેલો હાથી ભલભલા લોકોની હાલત ખરાબ કરી નાખતો હોય છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની વચ્ચોવચ એક વિશાળ હાથી ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની વચ્ચોવચ એક બોલેરો ટેમ્પો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલો હાથી ટેમ્પા ઉપર પ્રહાર કરે છે. હાથી બે થી ત્રણ વખત ટેમ્પાને જોરદાર ધક્કો લગાવીને તેને રોડની સાઈડના ખાડામાં ઊંધો વાળી દે છે.

વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ટેમ્પો નાનું એવું રમકડું ન હોય તેવી રીતે હાથી તેને ફંગોળીને રસ્તાની બાજુમાં ઊંધો ફેંકી દે છે. રસ્તામાં દૂર ઊભેલા એક વ્યક્તિએ આ વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વિડીયો ટ્વીટર પર આઇપીએસ ઓફિસર રૂપીન શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં 111.1k થી વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ…એ…આ તો ગયો..! હાથીનો બાટલો ફાટતા રસ્તાની વચ્ચોવચ બોલેરો કાર સાથે કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*