જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી બે અલગ-અલગ પરિવારે જુવાનજોધ દીકરા ગુમાવ્યા, એકે ઝેરી દવા પીધી તો બીજાએ ઘરમાં….

Published on: 5:40 pm, Thu, 19 January 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે જેતપુરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને બે યુવાનોએ સુસાઈડ કરી લીધું છે. બંને યુવાનોએ અલગ અલગ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હતું.

પ્રથમ ઘટના વિશે વાત કરીએ તો જેતપુરના મોટા ચોક વિસ્તારમાં આવેલા કામદાર શેરીમાં રહેતા 22 વર્ષીય જેમ ટ્રેનર રોનક મનીષભાઈ લાઠીગરાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. રોનકનું મૃત્યુ થતાં જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. દીકરાના મૃત્યુ બાદ પિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રોનકે અલગ અલગ લોકો પાસેથી બે ત્રણ લાખ રૂપિયા આજે લીધા હતા.

આ મામલે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. જેના ત્રાસથી કંટાળીને મારા દીકરાએ આ પગલું ભર્યું છે. હાલમાં તો પોલીસે રોનકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે રોનક ના પિતા નું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી ઘટના વિશે વાત કરીએ તો જેતપુર શહેરમાં જુના પાંચ પીપળા રોડ ઉપર રહેતા 23 વર્ષીય હર્ષ રમેશભાઈ મેર નામના યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બનાવવાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ હર્ષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃત્યુ પામેલા હર્ષ પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં હશે સંબંધીઓ પાસેથી ઉછીના લીધેલા 35,000 પરત ન આપી શકતા પરત ન આપી શકતા માઠું લાગે આવતા તેને આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં લખ્યું હતું. સુસાઇડ નોટમાં કોઈપણ સંબંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અલગ અલગ પરિવારના જુવાનજોધ દીકરાઓના મૃત્યુ થતા પરિવાર ભાંગી પડ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. જીમ ટ્રેનર રોનકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને હર્ષ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી બે અલગ-અલગ પરિવારે જુવાનજોધ દીકરા ગુમાવ્યા, એકે ઝેરી દવા પીધી તો બીજાએ ઘરમાં…."

Leave a comment

Your email address will not be published.


*