દીકરીની છેડતી કરી તો ગુસ્સામાં માતાએ ધારદાર વસ્તુ વડે આ વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ વાઢી નાખ્યો… જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 6:24 pm, Thu, 19 January 23

મિત્રો આજથી ઘણા સમય પહેલા બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. દિવસેને દિવસે દેશમાં યુવતીઓ અને સગીરાઓની છેડતી અને તેમનો જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં ઘણી બધી માસુમ યુવતીઓ નરાધમોનો હવસનો શિકાર બની હશે. ત્યારે ઘણા સમય પહેલા તેવી જ એક ઘટના બની હતી.

ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં એક વ્યક્તિ એક દીકરી ઉપર પોતાની નજર બગાડે છે. આ વાતની જાણ દિકરીની માતાને થતા માતાએ રણચંડી બનીને યુવક સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટના ઘણા સમય પહેલા ઉત્તરપ્રદેશના મહુવાગંજ લખીમપુર ખેરીમાં બની હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, એક મહિલાએ ધારદાર વસ્તુ વડે એક યુવકનો પ્રાઇવેટ પાર્ટ વાઢી નાખ્યો હતો. આ મહિલાનો આરોપ હતો કે યુવક તેની દીકરી સાથે છેડતી કરી રહ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો.

રબાદ પોલીસે મહિલાની ફરિયાદના આધારે યુવક સામે છેડતીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતવાર વાત કરીએ તો ગામમાં મહિલા પોતાની 12 વર્ષની દીકરી અને 14 વર્ષના દીકરા સાથે રહે છે. ઘટનાના દિવસે કમલાપુર શિવ કોલોનીમાં રહેતો 45 વર્ષે હરીશંકર નામનો વ્યક્તિ રાત્રિના સમયે મહિલાના ઘરે આવ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા હરીશંકરને પહેલેથી જ ઓળખતી હતી. જેથી તે રાત્રિના સમયે મહિલાના ઘરે જ રોકાયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હરીશંકર અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતા. બીજા દિવસે સવારે હરીશંકર અને મહિલા વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થઈ ગયો હતો. મહિલાએ આરોપ લગાવતા કહ્યું કે, હરિશંકરે તેની દીકરી સાથે ન કરવાની વસ્તુ કરી હતી. આ વાતને લઈને જ્યારે મહિલાએ વાંધો ઉઠાવ્યો ત્યારે બંને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો.

ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલી મહિલા એક ધારદાર વસ્તુ લીધી અને પછી હરીશંકરનો પ્રાઇવેટ પાર્ટ પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં હરિશંકરના પ્રાઇવેટ પાર્ટ પર ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરીની છેડતી કરી તો ગુસ્સામાં માતાએ ધારદાર વસ્તુ વડે આ વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ વાઢી નાખ્યો… જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*