એ..એ..ઘૂસી ગઈ..! ફૂલ સ્પીડમાં આવતી કાર રસ્તાના કિનારે ઉભેલા છોટાહાથી ટેમ્પામાં ઘૂસી ગઈ, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ કાળજુ કંપાવી દેનારો વિડિયો…

Published on: 11:47 am, Sun, 28 May 23

Accident CCTV: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર ઘણી ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજો જોયા હશે. ત્યારે આજે આજથી ઘણા સમય પહેલા બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટનામાં એક ઝડપી કાર ચાલકની બેદરકારીના કારણે ભયંકર અકસ્માતની ઘટના બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો કે રસ્તા ઉપર વાહનોની અવરજવર થઈ રહે છે. રસ્તાના કિનારે એક છોટાહાથી ટેમ્પો પાર્ક કરેલો છે અને તેની બાજુમાં એક બાઈક પણ પાર્ક કરેલી નજરે પડી રહે છે.

આ દરમિયાન સામેથી આવી રહેલ એક ઝડપી કાર છોટા હાથી ટેમ્પાને જોરદાર ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે છોટા હાથી ટેમ્પો ચાર પાંચ ફૂટ ફંગોળાયો હતો અને જેના કારણે પાર્ક કરેલી બાઈક પણ આ અકસ્માતની ઘટનાનો શિકાર બની ગઈ હતી. ભયંકર અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાન હની થઈ નથી. પરંતુ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાર ચાલક કેટલી સ્પીડમાં આવીને છોટા હાથીને જોરદાર ટક્કર લગાવે છે. અકસ્માતની ઘટના બની ત્યારે છોટાહાથીમાં અને ત્યાં આસપાસ કોઈ ઉભેલું ન હતું.

જો ત્યાં કોઈ ઉભેલું હોત તો મોટી જાનહાની થઈ શકે. આ ઘટનાનો વાયરલ થયેલો વિડિયો facebook પર City News નામના પેજ પર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલો વિડિયો 5000 થી પણ વધારે લોકો એ જોયો હતો. વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ..એ..ઘૂસી ગઈ..! ફૂલ સ્પીડમાં આવતી કાર રસ્તાના કિનારે ઉભેલા છોટાહાથી ટેમ્પામાં ઘૂસી ગઈ, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ કાળજુ કંપાવી દેનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*