20 વર્ષના યુવકે ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લીધું… યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું… સુસાઇડ કરતા પહેલા કંઈક એવું કર્યું કે…

Published on: 5:13 pm, Tue, 29 August 23

હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ટ્રેનની નીચે આવી જતા યુવકનું માથું તેના ધડથી અલગ થઈ ગયું હતું. આ ઘટના બન્યા બાદ ટ્રેનના ડ્રાઈવરે કંટ્રોલરૂમમાં આ ઘટનાની માહિતી આપી દીધી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ જીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

યુવકના મૃતદેહ ઉપાડીને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ સુસાઇડની ઘટના હરિયાણાના પાણીપતમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ હંસરાજ હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. હંસરાજ નું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.

હંસરાજ પાણીપતની એક ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. તે આખું અઠવાડિયું કંપનીના ક્વાર્ટરમાં રહેતો હતો અને શનિવારના રોજ સાંજે ઘરે જતો અને સોમવારે પાછો કંપનીએ આવતો હતો. હંસરાજ જે કંપનીમાં કામ કરતો હતો તે જ કંપનીમાં તેના પિતા અને ભાઈ પણ કામ કરતા હતા.

રવિવારના રોજ સાંજના સમયે હંસરાજ ઘરેથી કંપનીએ ચાલ્યો ગયો હતો. જ્યારે સોમવારના રોજ સવારે હંસરાજના પિતા પોતાના દીકરા માટે દૂધ અને ખોરાક લઈને ક્વાર્ટર પાસે પહોંચ્યા ત્યારે તે ક્વાર્ટર પર ન હતો. પરંતુ તેનું પર્સ, મોબાઈલ અને અન્ય સામાનો ટેબલ પર પડેલો હતો.

પરંતુ તેના મોબાઇલમાં સીમકાર્ડ ન હતું, જેના કારણે તેના પિતાને શંકા ગઈ હતી. ત્યાર પછી બપોરના સમયે પિતાને જાણ થઈ હતી કે તેમના દીકરાનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે હંસરાજ છેલ્લા ઘણા સમયથી ચૂપચાપ રહેતો હતો અને છેલ્લા ચાર દિવસથી તે ખૂબ જ પરેશાન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હંસરાજ કોઈ મહિલાની બ્લેકમેલિંગથી પરેશાન હતો.

આ કારણોસર તેને ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુવકના સુસાઇડ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હંસરાજ સુસાઇડ કરતા પહેલા પોતાના ફોનના તમામ ડેટા ડીલીટ કરી દીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "20 વર્ષના યુવકે ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લીધું… યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું… સુસાઇડ કરતા પહેલા કંઈક એવું કર્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*