ભાવનગરમાં ધોરણ-10માં ભણતા 17 વર્ષના વિદ્યાર્થીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યું – જાણો સમગ્ર ઘટના…

Published on: 11:05 am, Wed, 27 April 22

ભાવનગરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 2 યુવકો પર પ્રહાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 1 યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પૈસાની લેતીદેતીની બાબતમાં બે યુવક પર પ્રહાર કરવામાં આવ્યા હતા. તે માંથી એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. ત્યારે બીજા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર સુભાષનગર વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે લગભગ 11.30 વાગ્યાની આસપાસ પૈસાની લેતીદેતી બાબતમાં 17 વર્ષીય ઉમેશભાઈ ભરતભાઈ અને તેના ફઇના દીકરા પૂજાના અજય ભાઈ રાઠોડ નામના યુવકો પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ઉમેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ત્યારે ઇજાગ્રસ્ત થયેલા પૂજનની ગંભીર હાલતમાં સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા ઉમેશના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર ઉમેશને રોહિત નામના યુવક સાથે પૈસાની લેતીદેતીની બાબતમાં માથાકૂટ થઇ ગઇ હતી. આ દરમિયાન ઉમેશ પર ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા અને તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ઉમેશે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ઉમેશના મૃત્યુના કારણે પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરમાં ધોરણ-10માં ભણતા 17 વર્ષના વિદ્યાર્થીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યું – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*