મિત્રના લગ્નમાં જઈ રહેલા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, એક દીકરાના પિતાએ ઘટનાસ્થળે ગુમાવ્યો પોતાનો જીવ…

Published on: 11:21 am, Wed, 27 April 22

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી અકસ્માતની ઘટનાઓ સાંભળે છે. જેમાં એક જ ક્ષણમાં આખો હસતો બોલતો પરિવાર વિખેરાઈ જતું હોય છે. ત્યારે હાલમાં પારડીમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી મુજબ યુવક પારડીના નાના પલસાણા ગામના દીકરાના લગ્નમાં જઈ રહેલા યુવકને સોમવારના રોજ રાત્રે એક અજાણ્યા વાહનચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર નાના પલસાણા ગામે રહેતો 28 વર્ષીય નિલેશ ધીરુભાઈ હળપતિ સોમવારના રોજ રાત્રે કાલાવડ ખાતે રહેતા મિત્રના લગ્ન પ્રસંગમાં પોતાની બાઇક લઇને જઇ રહ્યો હતો. આ દરમિયાન વલ્લભ આશ્રમ સામે હાઇવે પર એક અજાણ્યા વાહનચાલકે નીલેશની બાઇકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે નિલેશ દૂર સુધી ફંગોળાઇ ગયો હતો. આ ઘટનામાં નિલેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી નીલેશે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નિલેશના મૃત્યુની જાણ થતા ગામમાં અને પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા નિલેશને એક દીકરો છે. નિલેશના મૃત્યુના કારણે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી મુજબ આવનારી 29 મેના રોજ નિલેશના દીકરાનું એક વર્ષ પૂર્ણ થવાનું છે. દીકરાના પેલા જન્મદિવસ માટે પરિવારજનો અને પિતા તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ દીકરાનો જન્મદિવસ આવે તે પહેલા તો પિતાની અર્થી ઉઠી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્રના લગ્નમાં જઈ રહેલા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, એક દીકરાના પિતાએ ઘટનાસ્થળે ગુમાવ્યો પોતાનો જીવ…"

Leave a comment

Your email address will not be published.


*