NEETની તૈયારી કરતા 16 વર્ષના વિદ્યાર્થીઓ ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 11:49 am, Sat, 19 August 23

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક 16 વર્ષના વિદ્યાર્થીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના 16 ઓગસ્ટના રોજ મોડી રાત્રે બની હતી. ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે મૃત્યુ પામેલા યુવકની ઓળખ માટેની કામગીરી શરૂ કરી દીધી હતી.

લગભગ બે દિવસ બાદ એટલે કે શુક્રવારના રોજ મૃત્યુ પામેલા યુવકની ઓળખ થઈ હતી. મૃત્યુ પામેલા કિશોરનું નામ કૃષ્ણસિંહ ગુજ્જર હતું. આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, કૃષ્ણ સિંહ રાજસ્થાનના જયપુરમાં રહીને NEETની તૈયારી કરી રહ્યો હતો. કૃષ્ણ સિંહે 16 ઓગસ્ટના રોજ એક્સપ્રેસ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

ઘટનાની માહિતી મળતા જ જીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. કૃષ્ણ સિંહનું મૃતદેહ ખૂબ જ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. ત્યાર પછી જીઆરપીની ટીમે પુરાવા એકત્રિત કરીને મૃતકની ઓળખ માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

મૃતકના ખિસ્સામાંથી મળેલા NEETના ડોક્યુમેન્ટ પરથી મૃતકની ઓળખ થઈ હતી. આ ઘટનાની માહિતી તેના પરિવારજનોને મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલો કૃષ્ણસિંહ ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો અને તે જયપુરમાં પીજીમાં રહીને NEETની તૈયારી કરી રહ્યો હતો. 16 ઓગસ્ટના રોજ સાંજના સમયે મૃતક યુવક તેના સાથીઓને ગામે જવાનું કહીને નીકળી ગયો હતો.

ત્યાર પછી તો તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. યુવકના મૃત્યુના બે દિવસ બાદ તેની ઓળખ થઈ હતી. આ ઘટના બનતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વિદ્યાર્થીએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "NEETની તૈયારી કરતા 16 વર્ષના વિદ્યાર્થીઓ ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*