પહેલા ક્યારેય નહીં સાંભળવી હોય તેવી એક ચોકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડના મૃત્યુ બાદ કંઈક એવું કર્યું કે સાંભળીને ભલભલા લોકો ભાવુક થઈ ગયા હતા અને ઘણા લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટનામાં યુવકે પોતાની ગર્લફ્રેન્ડના મૃત્યુ બાદ તેની સાથે લગ્ન કર્યા છે.
આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સો ટકા સાચી છે. આ કિસ્સો આસામના ગુવાહાટીમાંથી સામે આવ્યો છે. અહીં એક ખાનગી હોસ્પિટલમાં શુક્રવારના રોજ બીમારીના કારણે એક યુવતીનું મોત થયું હતું. યુવતીના મૃત્યુનું સૌથી વધારે દુઃખ તેના બોયફ્રેન્ડને લાગ્યું હતું.
બોયફ્રેન્ડએ પોતાની ગર્લફ્રેન્ડના મૃતદેહ સાથે લગ્ન કરી લીધા હતા અને જીવનભર લગ્ન નહીં કરે તેવી પ્રતિજ્ઞા લીધી હતી. જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આવો કિસ્સો તમે પહેલી વખત સાંભળ્યો હશે કે જેમાં યુવકે યુવતીના મૃત્યુ બાદ તેની સાથે લગ્ન કર્યા.
મોરીગાવનો બિટુપન નામનો 27 વર્ષનો યુવક 24 વર્ષની પ્રાર્થના નામની યુવતીને ખૂબ જ પ્રેમ કરતો હતો. થોડાક સમય પહેલા એક બીમારીના કારણે પ્રાર્થનાને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારના રોજ પ્રાર્થનાનું નિધન થયું હતું.
પ્રાર્થનાના મૃત્યુના કારણે બિટુપન ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. પાર્થનાના પરિવારના લોકો પાર્થનાનું મૃતદેહ ઘરે લઈને આવ્યા હતા. ત્યારે બિટુપન પ્રાર્થનાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. પ્રાર્થનાની ઈચ્છા હતી કે તે દુલ્હન બને અને તેની ઈચ્છા પૂરી કરવા અંતિમસંસ્કાર વખતે બિટુપને પ્રાર્થનાના મૃતદેહ સાથે લગ્ન કર્યા હતા.
मरने के बाद युवक ने प्रेमिका की मांग में भरा सिंदूर …#Assam #assamnews pic.twitter.com/N93bAxkQiY
— Trisha Agrawal (@trishaagra82) November 21, 2022
ત્યારબાદ ધ્રુસકેને ધ્રુસકે રેડવા લાગ્યો હતો આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો પણ રડી પડ્યા હતા. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો ટ્વિટર પર Trisha Agrawal નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment