શું દિવાળીમાં વરસાદ બગડાસટી બોલાવશે? દિવાળી સુધી કેવું વાતાવરણ રહેશે તેને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…

Published on: 7:55 pm, Sun, 9 October 22

ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ હજુ પણ ગુજરાતના કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હળવાથી ભારે વરસાદી ઝપટા પડવાનું અનુમાન વ્યક્ત કર્યો છે. 13 ઓક્ટોબર સુધી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત મહેસાણા, બેચરાજી, કડી, અમદાવાદ અને વડોદરા ના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારેથી હળવરસાદવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. બંગાળ ઉપસાગરમાં હવાના હળવા દબાણ સક્રિય થશે. જેના કારણે વારંવાર વાતાવરણમાં પલટો આવશે. જેથી દિવાળી સુધી વાતાવરણમાં પલટો આવવા કરશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ, રાજ્યમાં 14 થી 17 ઓક્ટોબર વચ્ચે વાતાવરણમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતાઓ છે. ઓક્ટોબર મહિનાના અંતમાં અને નવેમ્બર મહિનાના શરૂઆતમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે. આ વર્ષે હસ્ત નક્ષત્રમાં વીજળી સાથે વરસાદ થવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, વરસાદ અંગેનું સંશોધન કરવાનું જરૂરી છે. દિવાળીની આસપાસ વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતાઓ છે. 19 નવેમ્બરની આસપાસ દરિયાઈ દક્ષિણ ભારતમાં મારાફાળ વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે આજરોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શું દિવાળીમાં વરસાદ બગડાસટી બોલાવશે? દિવાળી સુધી કેવું વાતાવરણ રહેશે તેને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…"

Leave a comment

Your email address will not be published.


*