આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે ફરી એક વખત ગુજરાતની જનતાને એક વધુ ગેરંટી આપવા માટે ગુજરાતમાં પધાર્યા છે. અરવિંદ કેજરીવાલજી બપોરના બે વાગ્યાની આસપાસ પોરબંદર એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલના સ્વાગતમાં આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓ આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આજે અમે દ્વારકા જઈ રહ્યા છીએ અને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન પણ કરીશું. આ સિવાય ત્યાં ખેડૂતોને મળશું અને જાહેરાત કરશો કે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી એ શું આયોજન કર્યું છે. ખેડૂતો માટે શું ગેરંટી છે. અત્યાર સુધી અમે મહિલાઓ માટે ગેરંટી, યુવાનોને રોજગારી ગેરંટી આપી, વીજળીની ગેરંટી, શાળાની ગેરંટી, હોસ્પિટલની ગેરંટી આપી છે. વધુમાં અરવિંદ કેજરીવાલજીએ જણાવ્યું કે, તેવી જ રીતે આજે અમે ખેડૂતોને ગેરંટી આપીશું. છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતોની વચ્ચે ફરી રહ્યા છે અને ખેડૂતોની સમસ્યા જાણી રહ્યા છે. આજે આપણે વાત કરીશું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશો.
અરવિંદ કેજરીવાલજીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ખેડૂતોની સૌથી મોટી સમસ્યા દેવું છે, આ સિવાય જ્યારે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ત્યારે ખેડૂતોને તેમના વિમાના પૈસા મેળવવા માટે ઘણા બધા ધક્કા ખાવા પડે છે. આ ખેડૂતો માટે ખૂબ જ મોટી સમસ્યા છે. અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે ત્રીજી સૌથી મોટી સમસ્યા એ છે કે, MSP માત્ર કહેવાનું છે પરંતુ ખેડૂતોને તેમના પાકનો પૂરો ભાવ મળતો નથી, આ સિવાય ખેડૂતો માટે વીજળી મળવી જોઈએ તે ખેડૂતોને યોગ્ય સમયે મળતી નથી અને મળે તે બહુ ઓછી મળે છે. આ પણ એક ખેડૂતો માટે એક મોટી સમસ્યા છે. આ ઉપરાંત ખેડૂતોની જમીનનો સર્વે પણ ખોટો થાય છે જેના કારણે આજે ગુજરાતના અનેક ખેડૂતો પરેશાન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment