આ વ્યક્તિનું દુનિયામાં કોઈ નથી, રસ્તા પર આમતેમ રખડીને પોતાનું જીવન પ્રસાર કરે છે, ખાવાનું મળે તો ખાય નહીંતર ભૂખ્યા સુઈ જાય…

Published on: 7:02 pm, Fri, 2 September 22

બધા જ લોકોના જીવનમાં કંઈકને કંઈક નાની મોટી મુશ્કેલી હોય છે.જેઓ એ મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવી જતા હોય છે તો ઘણા લોકોના જીવનમાં તો અમુક વખતે ભૂખ્યા રહીને સૂવાના દિવસો પણ આવતા હોય છે, ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક વ્યક્તિ ખૂબ જ મોટી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે.

આ વ્યક્તિનું નામ અરવિંદભાઈ છે જેઓ હાઈવે પર ભટકી ભટકી ને તેમના દિવસ કાઢી રહ્યા છે. થોડા દિવસોથી જ નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આમ તેમ ફટકી ભટકીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે.ક્યારેક તો તેમને ખાવાના પણ ફાફા પડે છે જે કંઈ મળે છે તે ખાઈને પોતાના દિવસો પસાર કરે છે.

તેઓએ કામ પણ શોધ્યું હતું છતાં કામ ન મળતા જે આ જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે અને જે મળે તે ખાઈને દિવસો પસાર કરે છે.તેઓ હાઇવે પર રહે છે કે જ્યાં ઘણી વખત તો એવા અકસ્માતો પણ બને છે, ત્યારે એકવાર તેઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા.

ત્યારે આવા મુશ્કેલી ભર્યા દિવસો પસાર કરી રહેલા અરવિંદભાઈ ને ક્યારેક તો ભૂખ્યા પેટે પણ સૂવાનો વારો આવે છે. અરવિંદભાઈ નું આ દુનિયામાં કોઈ ન હોવાથી જે કંઈ મળે તે ખાય છે અને આવા મુશ્કેલી ભર્યા દિવસો પસાર કરી રહ્યા છે. આ એક નહીં પરંતુ ઘણા એવા વ્યક્તિઓ છે જેમને રોજનું રોજ કામ કરવાથી પણ ગુજરાન ચાલતું નથી અને ક્યારેક તો ભૂખ્યા પેટે સૂવાનો વારો આવે છે.

એવા લોકો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું જીવન જીવે છે. અરવિંદભાઈ નું કોઈ ન હોવાથી આમતેમ ભટકે છે અને જ્યાં રાત પડે અને જગ્યા મળે ત્યાં સૂઈ જાય. આવા લોકોને જોઈને ઘણી વખત તેમની પરિસ્થિતિ પર દયા આવી જતી હોય છે.

ત્યારે ઘણા લોકો તેમને ખાવાનું પણ આપતા હોય છે અને નાની એવી મદદ પણ કરતા હોય છે કે જેનાથી તેમના દિવસો પણ સારી રીતે પસાર થઈ શકે અને બધા લોકો જે કંઈ ખાવાનું આપે તે પણ એ ખાઈ લે છે. આવા ગરીબને જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો- 7600 900 300

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિનું દુનિયામાં કોઈ નથી, રસ્તા પર આમતેમ રખડીને પોતાનું જીવન પ્રસાર કરે છે, ખાવાનું મળે તો ખાય નહીંતર ભૂખ્યા સુઈ જાય…"

Leave a comment

Your email address will not be published.


*