સુરતમાં રસ્તા પર રહેતા ભિખારી પાસેથી બે કોથળા ભરીને મળ્યા પૈસા, પછી થયું એવું કે…

Published on: 5:05 pm, Fri, 27 May 22

આજે સુરતમાં બનેલી એક ઘટના વિશે વાત કરીશું તો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશો.એ વાત બીજા કોઇની નહીં પરંતુ એક ભિખારીની છે.મિત્રો, તમે પણ આ જ સુધી રસ્તા પર એ ભિખારીઓ જોયા હશે અને કેટલીક વાર તો તેમના પર દયા આવી જાય અને આપણે કોઈકને કોઈક રીતે એને મદદ પણ કરીએ છીએ એવામાં જ એક ભિખારી વિશે જણાવીશું કે જેમની પાસે એટલા બધા રૂપિયા મળ્યા છે કે જે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠશો.

એ ભિખારી દાદા વિશે વાત કરીશું તો એ દાદા વર્ષોથી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.એકલા જ રસ્તા પર રહેતા અને ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતા તેમની આર્થિક સ્થિતિની વાત કરીએ તો ખૂબ જ દયનીય થઇ ગઈ હતી.

તેવામાં જ સુરતના યુવકો કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે તેમની નજર એ દાદા પર પડી હતી. એવામાં એ યુવાનો તેમની એ સ્થિતિ જોઈને મદદ કરવા દોડી ગયા ત્યારે જોયું તો દાદા એવી જગ્યાએ રહેતા હતા કે જ્યાં ખૂબ જ ખરાબ હતી.

ત્યારે યુવકોએ નક્કી કર્યું હતું કે આ દાદાને કોઈ સારી જગ્યાએ રહેવા માટેનો બંદોબસ્ત કરીશું અને ત્યાંથી જ તે દાદાને તેમણે ગાડીમાં બેસાડ્યા. દાદાની એવી દયનીય સ્થિતિ જોઈને તેમણે દાદા ને ગાડીમાં બેસાડ્યા અને બધો સામાન ત્યાંથી ઉપાડ્યો અને તેમને આશ્રમ લઈ ગયા.

ત્યાં જઈને તેમણે નક્કી કર્યું કે દાદાને અહીં રૂકાવશે અને તેમને રસ્તા પર ભીખ માંગવી નહીં પડે.તેવામાં જ્યારે એ દાદા નો સામાન ચેક કરવામાં આવ્યો તો સૌકોઈ ચોંકી ઊઠ્યા. આ દાદા પાસે બે કોથળા હતા. જેમાં કોથળામાં ભરેલા પૈસા જોઈને ત્યાં રહેલા સૌ આશ્ચર્યમાં આવી ગયા.

જ્યારે એ બધા પૈસા ગણવામાં આવ્યા તો હજારો રૂપિયા હતા. જેનાથી એ બે ટાઈમ પણ ખાઇ શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલા બધા પૈસા દાદા પાસે હોવા છતાં ભિખ શા માટે માંગતા હશે તેમની પાસે તો બે ટાઈમ ખાવા માટેના પૈસા પણ હતા છતાં તેઓ ભીખ માંગતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં રસ્તા પર રહેતા ભિખારી પાસેથી બે કોથળા ભરીને મળ્યા પૈસા, પછી થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*