આ વ્યક્તિ છેલ્લા એક વર્ષથી પોતાના ઘરમાં ખોવાયેલું 13 તોલા સોનું ગોતતા હતા, પરંતુ સોનું મળતું ન હતું, ત્યારે આ વ્યક્તિએ માં મોગલની માનતા રાખી અને…

Published on: 7:19 pm, Fri, 27 May 22

માં મોગલના પરચા અપરંપાર છે માં મોગલ ના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે, ત્યારે વાત કરીએ તો માં મોગલ પર આસ્થા અને શ્રધ્ધા રાખનાર દરેક ભક્તો પર માં મોગલની કૃપા વરસતી જ રહે છે. એટલું જ નહીં પણ માં મોગલ પોતાના ભક્ત પર આવનાર બધા જ દુઃખ વારી લે છે. માં મોગલ ઘણીવાર પરચા પણ બતાવ્યા છે.

એવામાં જ એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે વડવાળી માં મોગલના ધામે આવી પહોંચ્યા છે તેણે કહ્યું કે આજથી એક વર્ષ પહેલા તેમના ઘરેથી 13 તોલા સોનાનો હાર ખોવાઈ ગયો હતો. જેથી પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો.ઘણી જગ્યાએ તેની શોધવાનો પ્રયત્ન પણ કર્યો છતાં હાર મળ્યો નહોતો.

એ યુવકને હાર નો કોઇ અત્તોપત્તો લાગ્યો નહીં. તેથી પરિવારના બધા જ લોકો ચિંતામાં આવી ગયા હતા ઘણા મહિનાઓ પણ વીતી ગયા, ત્યારે એ યુવકે માં મોગલ પર શ્રદ્ધા રાખી અને માં મોગલની માનતા માની હતી કે તરત જ થોડા સમયમાં જ સોનાનો હાર આપોઆપ ઘરમાં આવી ગયો અને ઘરમાંથી સોનાનો હાર મળી આવ્યો.

સોનાનો હાર મળતાની સાથે જ પરિવારના બધા લોકોએ માં મોગલ નો પરચો છે એમાંય અને બધા જ લોકો ખુશ થઈ ગયા ત્યારે એ યુવક માં મોગલના આશીર્વાદ લેવા માટે વડવાળી મોગલ ધામ આવી પહોંચ્યો અને તેની માનતા પુરી કરી. તેમના પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.

ત્યારે મણીધર બાપુએ આ બધી જ વાત જાણીને એ યુવકને કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી. આતો માં મોગલ ઉપર રાખેલો વિશ્વાસ તારું બધું જ કામ કરે છે, ત્યારે માં મોગલ પર વિશ્વાસ રાખો તો માં મોગલ ક્યારેય તમારા પર દુઃખ આવવા નહીં દે અને માં મોગલ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમની કોઈ દાન-ભેટ ની જરૂર નથી માત્ર તેમની પર શ્રદ્ધા રાખવાથી તેઓ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ વ્યક્તિ છેલ્લા એક વર્ષથી પોતાના ઘરમાં ખોવાયેલું 13 તોલા સોનું ગોતતા હતા, પરંતુ સોનું મળતું ન હતું, ત્યારે આ વ્યક્તિએ માં મોગલની માનતા રાખી અને…"

Leave a comment

Your email address will not be published.


*