ગુજરાત રાજ્યમાં ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેરીના આંબાને ભારે નુકસાન થયું હતું. ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. મળતી માહિતી અનુસાર કેરીનું ઉત્પાદન 30 ટકા જ થયું છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું છે, જ્યારે કેરીની માંગ વધારે છે.
કેરીની ઓછી આવક સામે કેરીની માંગ વધતા કેરીના ભાવ ગયા વર્ષ કરતાં બમણા થઈ ગયા છે. સામાન્ય જનતાને કેરી ખાવી ખૂબ જ મુશ્કેલ બની જશે. ચાલુ વર્ષે ગયા વર્ષ કરતાં કેરીના ભાવમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં બજારમાં બદામ, હાફુસ, ગોલા, સુંદરી, લાલ પટ્ટો, મોરસ અને રત્નાગીરી હાફુસ કેરીની આવક જોવા મળી છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આ તમામ કેરીના ભાવ બમણા થઈ ગયા છે. બજારમાં હજી કેસર કેરીની આવક ખૂબ જ ઓછી થઈ છે. અલગ-અલગ કેરીના ભાવની વાત કરીએ તો, 1 કિલો બદામ કેરીનો ભાવ 70 રૂપિયાથી લઈને 80 રૂપિયા ચાલી રહ્યો છે.
1 કિલો સુંદરી કેરીનો ભાવ 150 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો મોરસ કેરીનો ભાવ 120 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો લાલપટ્ટી કેરીનો ભાવ 140 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો પાયરી કેરીનો ભાવ 200 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો રત્નાગીરી હાફુસ કેરીનો ભાવ 250 રૂપિયા ચાલી રહ્યો છે.
જ્યારે કેસર કેરીના ભાવની વાત કરીએ તો, કેસર કેરીના બોક્સનો ભાવ 1100 રૂપિયા ચાલી રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં કેરીના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે અને સામે કેરીની માંગ વધારે છે. આ કારણોસર કેરીના ભાવ બમણા થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment