માનવતા હજુ પણ જીવે છે : કુવામાં પડી ગયેલી 70 વર્ષીય મહિલાને બચાવવા પોલીસ કોન્સ્ટેબલે કુવામા કૂદીને બચાવ્યો જીવ.

માનવતા હજુ પણ જીવે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણી પાસે છે.બીજાના જીવનને બચાવવા, જે વ્યક્તિ પોતાનું જીવને જોખમમાં નાખે છે તે આપણા માટે ભગવાન કરતા ઓછુ નથી. કોન્સ્ટેબલ શિવકુમારે કુવામાં પડી ગયેલી 70 વર્ષની મહિલાનું જીવન બચાવીને માનવતાને જીવતી રાખી છે.

આ ઘટના વિજયવાડાના ગુજર ગામની છે. મળતી માહિતી પ્રમાણે બી સાવિત્રી નામની 70 વર્ષીય વૃદ્ધ મહિલા રાતના અંધારામાં તેના ઘરના કૂવામાં પડી હતી. તે પછી આ ઘટના આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. પરંતુ કૂવાની ઊંડાઈ અને અંધકારને લીધે કોઈ પણ મહિલાને મદદ કરી શક્યું ન હતું.

આ ઘટનાની જાણ પોલીસ મથકે કોન્સ્ટેબલ શિવકુમાર અને તેમના સાથી મિત્ર શ્યામને મોડીરાત્રે જાણ કરવામાં આવી હતી, ત્યારે તેઓ તરત જ તેની મદદ માટે ત્યાં પહોંચી ગયા હતા. કોન્સ્ટેબલ શિવકુમારને લાગ્યું કે મહિલા તાત્કાલિક ડૂબી જવાની છે અને ત્યાં કોઈ દોરડું કે સીડી નહોતી, તે કંઇ પણ વિચાર્યા વિના કૂવામાં કૂદી ગયા હતો.

કોન્સ્ટેબલ શિવકુમારે કહ્યું કે “મારો તે સમયે તેમને માત્ર બચાવવાનો જ વિચાર હતો. તેથી વૃદ્ધ મહિલા ડૂબી ન જાય તેથી મે તેને મારા ખોળામાં સંતુલિત કર્યું. જો કે, તેના સાથી શ્યામ અને ત્યાં ભેગા થયેલા લોકોને દોરડા શોધવા માટે લગભગ 10 મિનિટનો સમય લાગ્યો. પરંતુ હજી પણ તે બંનેને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ, ત્યાં નજીકની સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાને સારવાર માટે કેટલાક તબીબી સ્ટાફને મોકલવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલનો સ્ટાફ સ્થળ પર જઈ શક્યો નહીં તેને સ્પષ્ટ રીતે ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિવકુમારે આ વિસ્તારમાં તરત જ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (આરએમપી) ને ફોન કર્યો, જે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સાવિત્રી નામની વૃદ્ધ મહિલાની સારવાર કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*