લોકોના ભગવાન ગણાતા ડોકટરો બન્યા કોરોના ના ભોગ, ગુજરાતમાં કોરોના ના કારણે આટલા ડૉક્ટરોના થયા મૃત્યુ.

Published on: 5:21 pm, Sat, 5 June 21

સમગ્ર દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી તેવામાં ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર પણ ખૂબ જ ઘાતક હતી. લોકોના જીવ બચાવનાર ડોક્ટર પણ કોરોના થી બચી નથી શક્યા. દેશમાં કોરોના ની બીજી લહેર માં કેટલા ડોકટરોના થયા છે.

તેનો આંકડો ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. દેશમાં કોરોના ના કારણે બીજી લહેર માં કુલ 646 ડોક્ટરોના મૃત્યુ થયા છે. દેશમાં સૌથી વધુ દિલ્હીમાં ડોક્ટરોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોના ના કારણે 109 લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત બિહારમાં 97, યુપીમાં 79, રાજસ્થાનમાં 43, ઝારખંડમાં 39, આંધ્રપ્રદેશમાં 35, તેલંગાણામાં 34, પશ્ચિમ બંગાળમાં 30 મૃત્યુ થયા છે.

ગુજરાતી વાત કરી હતી કોરોના ના કારણે ગુજરાત રાજ્યમાં 37 ડોક્ટરોના મૃત્યુ થયા છે. દેશમાં પહેલી લહેર માં કુલ કોરોના ના કારણે 748 ડોક્ટરોના મૃત્યુ થયા છે. ભારત દેશમાં છેલ્લા બે મહિનામાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 1.20 કેસો નોંધાયા છે. છેલ્લા નવ દિવસથી દેશમાં બે લાખથી ઓછા કેસો નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કરો અને એના કારણે 3380 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોના ના કેસ માં ઘટાડો જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લોકોના ભગવાન ગણાતા ડોકટરો બન્યા કોરોના ના ભોગ, ગુજરાતમાં કોરોના ના કારણે આટલા ડૉક્ટરોના થયા મૃત્યુ."

Leave a comment

Your email address will not be published.


*