રાજ્યમાં ફરી વરસાદી માહોલના એંધાણ, ગુજરાતના આ વિસ્તારોમાં છે મોટો ખતરો

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી 121 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહી શકે છે.

ઓગસ્ટ મહિનાની સાથે રાજ્યમાંથી જાણે ધોધમાર વરસાદે પણ વિરામ લઇ લીધો હોય તેમ દિવસે ગરમીનો વંટોળ શરૂ થઇ ગયો છે. એક મહિના સુધી રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેવા છતાં બફારો અને ઉકળાટ ઓછો થતો નથી.

ભાદરવાની ગરમી વરચે ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવા ની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. 10મી સપ્ટેમ્બર ને ગુરૂવાર થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં પણ લાંબો વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થશે.હળવા વરસાદની સાથે સાથે પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતા કરેલી આગાહી પ્રમાણે 10 મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, તેમજ મહીસાગર,સુરત,નવસારી, વલસાડ, ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડશે. તા. 11 સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર ,અરવલ્લી, ખેડા, અમદાવાદ,આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર,અમરેલી ગીર-સોમનાથ, બોટાદ અને દીવ માં વરસાદ પડશે. 12 મી સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ,સાણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર,ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ,બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*