બેફીકર બની ફરતા ગુજરાતના નાગરિકો સાવધાન! રાજ્યમાં કોરોના ને લઈને આવી ચોંકાવનારી વિગતો સામે

Published on: 10:51 am, Tue, 8 September 20

ગુજરાતમાં કોરોનાવાયરસ ની મહામારી નો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માસ્ક પહેર્યા વગર બેફીકર બની ફરતા નાગરિકો માટે સાવધાન થવાની જરૂર છે. હાલમાં ગુજરાત સહિત દેશમાં કોરોના એકવાર થયા બાદ ફરી ચેપ લાગવાનો ખતરો વધી રહ્યો છે.હાલ દેશમાં પણ આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં ત્રણ ડોક્ટર સહિત એક મહિલાને કોરોના ફરી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

રાજ્યના અમદાવાદ શહેરમાં કોરોના નું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.જોકે તેને લઈને શહેરમાં લોકો વધુ બેદરકારી પણ જોવા મળી રહી છે. શહેરમાં લોકો કોઈ પણ કામ માટે બહાર જાય છે ત્યારે માસ્ક વિના ઘરની બહાર નીકળી રહ્યા છે.

જોકે હાલ અત્યારે માસ્ક પહેર્યા વિના નીકળતા લોકો હવે સાવધાન થઈ જજો. એવું પણ ન વિચારતા કે એક વખત કોરોના થયો એટલે ફરી નહીં થાય. એકવાર કોરોના થયા બાદ પણ સંક્રમિત થવાનો ખતરો વધુ છે. અમદાવાદમાં ત્રણ ડોક્ટર સહિત એક મહિલાને ફરી કોરોના થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!