ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આગામી 9 અને 10 સપ્ટેમ્બર નો ભાવનગર, અમરેલી અને બોટાદ નો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવેસરથી પ્રવાસ ની તારીખો જાહેર કરવામાં આવશે. જોકે હાલમાં કોરોનાવાયરસ ના સંક્રમણ માં રાજકીય નેતાઓ વધુ આવી રહ્યા છે.ત્યારે ચર્ચાએ જોર પકડયું છે કે શું કોરોનાવાયરસ ના વધતા સંક્રમણના કારણે પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો?
ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાલ આગામી પેટા ચૂંટણી લક્ષી રાજ્યમાં પ્રવાસો કરી રહ્યા છે. રાજ્યમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.સૌપ્રથમ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યા બાદ હાલમાં ઉત્તર ગુજરાતની મુલાકાતે છે.જોકે ત્યાર બાદ આગામી બે દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
સી.આર.પાટીલ આગામી 9 અને 10 સપ્ટેમ્બર ત્રણ જિલ્લાનાં પ્રવાસે જવાના હતા. જેમાં ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.જોકે સ્થાનિક સ્તરે વધુ સમયની માંગના કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.ત્યારે હવે નવેસરથી પ્રવાસ ની તારીખ જાહેર કરવામાં આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment