કલોલમાં ભાજપના કાર્યકરોએ પાણી સમજીને સેનીટાઇઝર ના ઘૂંટડા માર્યા!

357

ઉત્તર ગુજરાતની યાત્રા શરૂ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કલોલમાં પહોંચવાના હોવાથી અહીં હોલમાં તેમનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા.કોરોના કાળમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હોલની અંદર દરેક ખુરશી ઉપર એક માસ્ક ને સેનીટાઇઝર બોટલ મૂકવામાં આવી હતી. જોકે સેનીટાઇઝર બોટલ પાણીની બોટલ જેવી જ લાગતી હોવાથી કેટલાક કાર્યકરો અને આગેવાનોએ પાણી સમજીને સેનેટાઈઝર ઘૂંટડા મારી લીધા હતા.

જોકે થોડા સમય પછી ખબર પડી કે આ પાણી નહીં પરંતુ સેનીટાઇઝર છે ત્યારે શોભ જનક સ્થિતિનું નિર્માણ દરેક કાર્યકર્તાઓ અને આગેવાનો સમક્ષ થયું હતું.કેટલાક કાર્યકરોએ પછી ઊભા થઈને કહેવું પડ્યું હતું કે આ સેનિટાઇઝર ની બોટલ છે કોઈએ પ્રાણી સમજીને પીવું નહીં…!!

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!