કોંગ્રેસે કટાક્ષ કરતાં કહ્યું કે, પાટીલ ભાવુ પહેલા તમે તમારા ધારાસભ્યોને ને ઓળખો પછી 182 બેઠકો જીતવાની વાતો કરો.

422

ભાજપ પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ હાલમાં ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયેલા છે.સી.આર.પાટીલ દ્વારા ભાજપના ધારાસભ્યોને ન ઓળખવા મુદ્દે કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો.કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે પાટીલ ભાજપના જ નેતાઓ શશીકાંત પંડ્યા , કેસરીસિંહ ઓળખતા નથી એ પ્રમુખ તરીકે મોટી ખામી જ કહેવાય.તેમણે કહ્યું કે પ્રમુખના આ પ્રકારના વર્તનથી ભાજપના કાર્યકર્તાઓ માં જ નારાજગી પ્રવર્તી રહી છે. જયરાજસિંહ જણાવ્યું કે સી આર પાટીલ પહેલા તેમના ધારાસભ્યોને ઓળખે,પછી 182 બેઠક જીતવા ની મોટી મોટી વાતો કરે.

આપણે જણાવી દઈએ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પ્રેસ કોન્ફરન્સ વખતે પોતાના પક્ષના નેતાઓના નામ પુછતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ અનેક લોકોએ સોશિયલ મીડિયા ઉપર આ વિષયને લાવીને તેમની હાંસી ઉડાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!