કોરોના વાઇરસની રસી વિશે રશિયા બોલ્યું કે, સમગ્ર દુનિયામાં 60 ટકા વેક્સિન ભારત એકલું બનાવે છે,એટલે કે…

Published on: 3:11 pm, Sat, 5 September 20

રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ ના CEO કિરિલ દમિત્રીવે જણાવ્યું હતું કે,”ભારત એકલા વિશ્વના 60 ટકા રસી બનાવે છે. અમે અમારી સ્પુટનિક પાંચ ની રસી માટે ભારતના સંબંધિત મંત્રાલયનો સંપર્કમાં છીએ.”

રશિયાએ કહ્યું હતું કે,”અમે રસી ઉત્પાદનમાં સહાયતા માટેની ભારતની સમતા ઓ સમજીએ છીએ કે,ભારત આ રસી માત્ર તેના દેશ માટે જ નહીં પરંતુ અન્ય દેશો માટે પણ બનાવી શકે છે.

નોંધનીય છે કે રશિયાએ 10 ઓગસ્ટે દુનિયાની સૌ પ્રથમ કોરોના રસી ની જાહેરાત કરી હતી.વિશ્વભરમાં રસીની શોધ દરમિયાન પણ રશિયા ની જાહેરાત અંગે નિષ્ણાતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંગઠન ને પણ રશિયન રસી વિશે પણ સવાલો ઉભા કર્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે રશિયા રસી માટે પૂરતા પરીક્ષણો કર્યા નથી અને આવી ઉતાવળ જોખમી સાબિત થઇ શકે છે.

દુનિયાભરમાંથી મેડિકલ એક્સપોર્ટ્સ રશિયાની રસીને વખોડી કાઢી હતી,અને વેક્સિન રેસ જીતવા માટે રશિયાએ આ રસી ના પૂરતા ટ્રાયલ વિના જ લોન્ચ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.જે બાદ નવેસરથી લોકોને ભરોસો જીતવા માટે 40 હજારથી પણ વધારે લોકો ને પરીક્ષણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!