એક જ પરિવારના 5 સભ્યોએ એક સાથે ઝેર પી લીધું, પાંચેયનું રિબાઈ રિબાઈને મોત, ઘરમાં હવે એક ખાલી દિકરી વધી…જાણો પરિવાર સાથે એવું તો શું થયું હશે…

Published on: 12:37 pm, Thu, 10 November 22

સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં એક સુસાઇડની વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. આ ઘટનામાં એક જ પરિવારના 5 લોકોએ પોતાનો જીવ આપી દીધો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ બની હતી.

બુધવારના રોજ મોડી રાત્રે કેદાર લાલ ગુપ્તા નામના વ્યક્તિએ પોતાની પત્ની અને 4 બાળકો સાથે ઝેર પી લીધું હતું. જેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે એકની હાલત ખૂબ જ ગંભીર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ઝેરી દવા પીધા બાદ બધા જમીન પર તડપી રહ્યા હતા. તડપી તડપીને એક જ પરિવારના 5 સભ્યોના મોત થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.

પરિવારના દીકરાએ જણાવ્યું કે અમે દેવાના કારણે ઝેર પીધું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બે લોકોની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના નવાદા બની હતી. આ ઘટનામાં 50 વર્ષીય કેદાર લાલ ગુપ્તા, 47 વર્ષીય પત્ની અનિતા કુમારી, 16 વર્ષીય દીકરો પ્રિન્સ, 20 વર્ષીય દીકરી શબનમ કુમારી અને 17 વર્ષીય દીકરી ગુડિયા કુમારીનું મોત થયું છે. આ ઘટનામાં સાક્ષી નામની દીકરી બચી ગઈ છે.

પરંતુ હાલમાં તેની હાલત ખૂબ જ ગંભીર છે. સમગ્ર ઘટનાને લઈને બચી ગયેલી દીકરી સાક્ષી એ જણાવ્યું કે, પપ્પાએ ચારથી પાંચ લોકો પાસેથી 12 લાખ રૂપિયાની લોન લીધી હતી. પપ્પા તેને યોગ્ય સમયે વ્યાજ ચૂકવી દેતા હતા. સતત વધતા જતા દેવાને લઈને ઘરમાં ઝઘડાઓ થતા હતા.

મૃત્યુ પામેલા કેદાર લાલ ગુપ્તા શહેરના વિજય બજારમાં ફળોની દુકાન ચલાવતા હતા. સતત વધતા જતા દેવાના કારણે પરિવારમાં ઝઘડાઓ વધી ગયા હતા. જેના કારણે પરિવાર ખૂબ જ કંટાળી ગયું હતું. ત્યારબાદ પરિવારના લોકોએ શહેરના કૃષિ ફામની સમાધિ પર જઈને ઝેર પી લીધું હતું. જેના કારણે પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા.

મૃત્યુ પામેલા પ્રિન્સ કુમારે પોતાના મૃત્યુ પહેલા જણાવ્યું કે, તેણે બજારમાંથી કેટલાક લોકો પાસેથી લોન લીધી હતી અને તેઓ તેને ખૂબ જ હેરાન કરતા હતા, અમે પૈસા પરત કરવા માટે થોડોક સમય માંગ્યો હતો, પરંતુ તે લોકોને આ વાત સ્વીકાર ન હતી અને અમને વારંવાર ધમકી આપતા હતા. જેથી અમે ઝેર પી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક જ પરિવારના 5 સભ્યોએ એક સાથે ઝેર પી લીધું, પાંચેયનું રિબાઈ રિબાઈને મોત, ઘરમાં હવે એક ખાલી દિકરી વધી…જાણો પરિવાર સાથે એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*