દાદીની સાથે ખેતરમાં કામ કરી રહેલી, 9 વર્ષની દીકરી સાથે અચાનક કંઈક એવું બન્યું કે…આખું ગામ દોડતું થઈ ગયું…જાણો એવું તો શું થયું હશે…

Published on: 12:05 pm, Thu, 10 November 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં જંગલી પ્રાણીઓ અમુક વખત રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. અને અમુક વખત જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાંથી નાના બાળકોને ઉપાડી જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ખતરનાક વાઘ માત્ર 9 વર્ષની બાળકીને પોતાની સાથે ઉપાડી ગયો હતો.

ત્યારબાદ કંઈક એવું બન્યું કે બાળકીના પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મિત્રો તમને જણાવી દઈએ કે બાળકીનું મૃતદેહ જંગલમાંથી મળી આવ્યું હતું. મૃતદેની એવી હાલત થઈ ગઈ હતી કે પરિવારના લોકો પણ જોઈને ધ્રુજી ઉઠ્યા હતા. આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં મંગળવારના રોજ બની હતી.

મૃત્યુ પામેલી દીકરીનું નામ પૂનમ હતું. સમગ્ર ઘટનાને લઈને પૂનમના દાદીએ જણાવ્યું કે, મંગળવારના રોજ પૂનમ અને હું લગભગ 2.30 વાગ્યાની આસપાસ ખેતરમાં ડાંગરનો પાક કાપી રહ્યા હતા. પૂનમ મારાથી લગભગ બે થી ત્રણ મીટરની દુરીએ ડાંગરનો કાપ કાપી રહી હતી. ત્યારે અચાનક જ પૂનમનો ચીસનો અવાજ સંભળાયો હતો.

મને લાગ્યું કે પૂનમના હાથમાં ઇજા થાય હશે જેના કારણે તેને ચીસ નાખી હશે. મેં તેને ફોન કર્યો ત્યારે તેને જવાબ આપ્યો નહીં. જ્યારે મેં તેની નજીક જઈને જોયું ત્યારે તેને એક ખતરનાક વાઘ ઉપાડીને લઈ જઈ રહ્યો હતો. ત્યારબાદ મેં આસપાસ કામ કરતાં ખેડૂતો અને ગામના લોકોને અહીં બોલાવ્યા હતા. બધા લોકોએ વાઘને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમે બધા નિષ્ફળ રહ્યા હતા અને વાઘ પૂનમને પોતાની સાથે ગાઢ જંગલમાં લઈને ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ થતા જો વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. વન વિભાગની ટીમને જંગલમાં પૂનમની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે જંગલમાંથી પૂનમનું મૃતદે મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ બાળકીના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પૂનમનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યો ધ્રુજી ઉઠ્યા હતા.

વન વિભાગએ હાલમાં બાળકીના પરિવારના લોકોને 10,000 રૂપિયાની મદદ કરી છે અને બાકીના ચાર લાખ રૂપિયા પેપર વર્ક કર્યા બાદ મળશે. આ ઘટના બનવાના કારણે ગામના લોકો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો હવે ખેતરે જતા પહેલા 100 વખત વિચાર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દાદીની સાથે ખેતરમાં કામ કરી રહેલી, 9 વર્ષની દીકરી સાથે અચાનક કંઈક એવું બન્યું કે…આખું ગામ દોડતું થઈ ગયું…જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*