ફેમિલી ફંક્શનમાં જઈ રહેલા એક જ પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોત, માં-દીકરાનું એકબીજાની નજર સામે મૃત્યુ…અકસ્માત જોનાર લોકોના ટાંટિયા ધ્રુજી ગયા..!

Published on: 11:38 am, Thu, 20 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી ગંભીર અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુ થયા છે. રોંગ સાઈડમાં આવતા પીકઅપ વાહને એક ઓટો રીક્ષાને જોરદાર ટક્કર લગાવી હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ઓટોરિક્ષામાં બેઠેલા 4 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો રીક્ષામાં સવારે એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર ચારેયના ઘટના સ્થળે મોત થયા હતા. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના ગ્વાલિયરમાં બની હતી.

અકસ્માતની ઘટના બુધવારના રોજ બપોરના સમયે ઝાંસી-ગવાલિયર હાઇવે ઉપર બની હતી. અહીં રોંગ સાઈડમાં આવતા પિકઅપે એક ઓટો રીક્ષાને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં ફેમિલી ફંક્શનમાં જઈ રહેલા એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા છે.

બળદેવ માહિતી અનુસાર ફેમિલીના 9 સભ્યો ઓટો રિક્ષામાં સવાર થઈને ફેમેલી ફંક્શનમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે 44 ઉપર રોંગ સાઈડમાં આવતા પીકઅપ ચાલકે ઓટોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોમાં સવાર પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.

જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં માં અને દીકરાએ એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

આ અકસ્માતની ઘટનામાં 45 વર્ષીય નફીસા, 18 વર્ષીય સમીઉલ્લાસ અને 30 વર્ષીય સીમા નામની મહિલા સહિત ઓટો ડ્રાઈવરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ફેમિલી ફંક્શનમાં જઈ રહેલા એક જ પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોત, માં-દીકરાનું એકબીજાની નજર સામે મૃત્યુ…અકસ્માત જોનાર લોકોના ટાંટિયા ધ્રુજી ગયા..!"

Leave a comment

Your email address will not be published.


*