વડોદરામાં પરીક્ષા આપવા જઈ રહેલા 3 સ્ટુડન્ટને એક ડમ્પર ચાલકે લીધા અડફેટમાં – વલસાડની 1 વિધાર્થીનીનું કરૂણ મૃત્યુ…

Published on: 2:12 pm, Wed, 1 June 22

વડોદરાના વાઘોડિયા પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં વાઘોડિયા પાસે એક્ટિવા સવાર બે વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થીને પૂરપાટ ઝડપે જઇ રહેલા ડમ્પરે અડફેટેમાં લીધા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં ડમ્ફરના પાછળના ટાયરમાં ત્રણેય સ્ટુડન્ટ એકટીવા સાથે ફસાઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં એક વિધાર્થીનીનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. જ્યારે એક્ટિવા ચાલક સહિત બે સ્ટુડન્ટને અકસ્માતની ઘટનામાં નાની-મોટી ઇજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે સ્ટુડન્ટ ની પરીક્ષા શરૂ થતી હોવાથી ત્રણેય સ્ટુડન્ટ પરીક્ષા આપવા માટે સવારે નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં તેની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં ડમ્પર ચાલકે એક્ટિવા સવાર સહિત ત્રણ સ્ટુડન્ટને અડફેટમાં લીધા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં વલસાડ પવનપુત્ર બંગલોઝની મૂળ રહેવાસી વિશાલ નરેન્દ્ર ભાઈ રાણાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. ઈશા વડોદરાની ખાનગી કોલેજમાં એરોનોટિકલ ડિપ્લોમા ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી.

ઈશા ગઇકાલે વહેલી સવારે પોતાની સાથે અભ્યાસ કરતા વાજિદ અલી નામના વિદ્યાર્થી અને ખુશી નામની વિધાર્થિની સાથે પરીક્ષા આપવા માટે કોલેજમાં એક્ટીવા પર જવા નીકળ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે એક્ટિવા સવાર સ્ટુડન્ટ અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં ઇશાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ વાઘોડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!