ઘરની સામે બાઈક પર બેઠેલા 2 મિત્રોને ઝડપી ટ્રેક્ટર ચાલાકે કચડી નાખ્યા, ત્યાર પછી કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને ઘડીક શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 9:31 am, Sun, 12 March 23

શનિવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ જોઈએ છે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે અથવા તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવું પડતું હોય છે. ત્યારે હાલમાં બનેલી રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.

આ અકસ્માતની ઘટનામાં એક બેકાબુ ટ્રેક્ટર ચાલકે બાઈક પર સવાર બે યુવકોને જોરદાર ટક્કર લગાવી હતી. ટ્રેક્ટરની ટક્કરના કારણે બાઇક પર સવાર એક યુવક કબ્રસ્તાનની દીવાલ સાથે અથડાઈને જમીન પર પડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ત્યાં ઉભેલી એક યુવતી પણ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ ટ્રેક્ટર ચાલકને પકડી પાડ્યો હતો. ત્યાર પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અકસ્માતની ઘટના બની ત્યારે ટ્રેક્ટર ચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના કોટા જિલ્લાના રામગંજ મંડી શહેરમાં ઝુલ્મી રોડ ઉપર શનિવારના રોજ સાંજના સમયે બની હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકે જણાવ્યું કે, શનિવારના રોજ 4:00 વાગ્યાની આસપાસ તેનો મિત્ર મયંક બાઈક લઈને તેને ઘરે લેવા માટે આવ્યો હતો. હું બાઈક પર બેઠો હતો ત્યારે પાછળથી ફુલ સ્પીડમાં આવતા એક ટ્રેક્ટરે અમને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ હું બેહોશ થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં બંને મિત્રોને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકોનું નામ શુભમ અને મયંક છે. આ ઉપરાંત ટ્રેક્ટર ચાલકે ત્યાંથી પસાર થતી અન્ય એક બાઈકને પણ ટક્કર લગાવી હતી. આ ઘટનામાં અન્ય બાઇક પર સવાર નાનકડી એવી બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ ટ્રેક્ટર ચાલકને પકડી પાડ્યો હતો અને પછી પોલીસને હવાલે કર્યો હતો પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો અકસ્માત જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની સામે બાઈક પર બેઠેલા 2 મિત્રોને ઝડપી ટ્રેક્ટર ચાલાકે કચડી નાખ્યા, ત્યાર પછી કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને ઘડીક શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*