17 વર્ષના યુવકે હોસ્પિટલની બહાર પોતાની જાતને ગોળી મારી દીધી, યુવકનું કરુણ મોત…જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

Published on: 11:40 am, Fri, 9 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે હોસ્પિટલની બહાર પોતાના ઉપર ગોળી ચલાવીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં 12 કલાકની સારવાર બાદ આજરોજ સવારે તેનું કરુણ મોત થયું છે. યુવકનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

યુવકના જીવ ટૂંકાવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 17 વર્ષની હતી અને તેનું નામ યશ હતું. આ ઘટના ગુરૂવારના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ રાજસ્થાનના ભીલવાડામાં બની હતી.

અહીં 17 વર્ષના યુવકે મહાત્મા ગાંધી હોસ્પિટલની બહાર પોતાના ઉપર ગોળી ચલાવીને પોતાનો જીવ ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાત્રે 2:00 વાગે તબિયત વધુ બગડતા તેને ઉદયપુર વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

ત્યારે આજરોજ સવારે સારવાર દરમિયાન તેને પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલો યુવક ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો. તેને ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ આ પગલું ભર્યું હતું. સમગ્ર ઘટના સ્થળેથી 50 મીટર દૂર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે યુવક ચાલતો ચાલતો જાય છે.

ત્યારે અચાનક જ તે પોતાના ખીચામાંથી પિસ્તોલ કાઢીને પોતાના ઉપર જ ગોળી ચલાવે છે. આ દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલક યુવકો ડરી ગયા હતા. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા યુવકની ગર્લફ્રેન્ડના લગ્ન અન્ય યુવક સાથે થયા હતા અને ત્યારબાદ તે સતત ચિંતામાં રહેવા લાગ્યો હતો. આ પગલું ભર્યું તેની સાત કલાક પહેલા તેને whatsapp પર ત્રણ સ્ટેટસ મૂક્યા હતા.

પહેલા સ્ટેટસમાં લખ્યું હતું કે, મારી છેલ્લી ઈચ્છા છે કે આગલા જન્મમાં માં હું તારો દીકરો બનુ અને હું કોઈ છોકરીના પ્રેમમાં ન પડું. લવ યુ મમ્મી અને મને માફ કરજે.

બીજા સ્ટેટસમાં લખ્યું હતું કે, લવ યુ માય ઓલ ફ્રેન્ડ. આગળ આ જીવનમાં તમારા જેવા મિત્રો મળે.

ત્રીજા સ્ટેટસમાં તેને પોતાની ગર્લફ્રેન્ડ વિશે લખ્યું હતું કે, યશ વ્યાસને ક્યારેય ભૂલતી નહીં, તારા વિના જીવી શકતો નથી અને બીજા કોઈની સાથે તને જોઈ શકતો નથી એટલે હું આ પગલું ભરી રહ્યો છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "17 વર્ષના યુવકે હોસ્પિટલની બહાર પોતાની જાતને ગોળી મારી દીધી, યુવકનું કરુણ મોત…જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*