રાજ્યમાં કોરોનાવાયરસ ને લઈને થયો ધડાકો , જાણી ને આપ ચોંકી જશો

Published on: 10:09 am, Tue, 7 July 20

ગુજરાત રાજ્યમાં કોરોના ના દર્દીની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. આવતીકાલે જ્યારે 24 કલાકના કોરોના પોઝિટિવ સંખ્યા ના બહાર આવ્યા ત્યારે તે જોઈને દરેક લોકો ચોંકી ગયા. રાજ્યમાં આવતીકાલે સૌથી વધારે 735 કેસ આવ્યા છે. આ સાથે જ મળીને ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ સંખ્યામાં 36858 થયા.

ઉલ્લેખનીય છે કે 24 કલાક માં 423 કોરોના દર્દીઓ સાજા થયાં. આમ અત્યાર સુધીમાં કુલ 26323 કોરોના ના દર્દીઓ એ મહાત આપી છે. રાજ્યમાં ૨૪ કલાકમાં 17 લોકોના મોત નિપજ્યા છે જે મળીને આજ સુધીમાં સારવાર મેળવતા 1962 લોકો મૃત્યું પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી રેકોર્ડ બ્રેક કોરોના ના પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આવતીકાલે રાજ્યમાં 735 કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા સાથે કાલનો દિવસ રેકોર્ડબ્રેકિંગ દિવસ થઈ તરીકે લખાઈ ગયો છે.આપણે સૌ જાણીએ છીએ કે અનલૉક:૧ આવ્યા બાદ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે.