સુરતમાં ફરી એકવાર રત્નકલાકારોએ કર્યો હોબાળો… જાણો વિગતે

Published on: 5:20 pm, Mon, 6 July 20

સુરતમાં એક અઠવાડિયા માટે હીરા ઉદ્યોગ બંધ કરાતા રત્ન કલાકારોની આવક પર ધાબડું પડતા રત્નકલાકારો પોતાના વતન જવા માટે રવાના થઇ ચુક્યા છે. ત્યારે રત્નકલાકારો દ્વારા ફરી એક વખત માગણી કરવામાં આવી રહી છે કે તેઓને આર્થિક પેકેજ આપવામાં આવે તે માટે રત્નકલાકાર સંઘે આવેદનપત્ર આપેલ છે.

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજરોજ રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું પહેલા પણ લોકડાઉન ના સમયમાં સરકાર દ્વારા બહાર પાડેલા નિયમ મુજબ રત્ન કલાકારોને પૂરો પગાર આપો અને છુટા ના કરવાનો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં પણ કેટલાક કંપનીઓએ આ નિયમ ની વિરુદ્ધ કામ કર્યું હતું. તે કારણસર 149 જેટલી કંપનીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધાયો છે તે સુપ્રીમ કોર્ટમાં હાલ પેન્ડિંગ છે.

ઉલ્લેખનીય છે કે હીરાઉધોગના રત્નકલાકારો માટે સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવેલ નથી અને આ ઉપરાંત વારંવાર હીરાઉદ્યોગ બંધ કરાવીને સરકાર શ્રી દ્વારા તેઓની રોજી ઉપર પાટુ મારવામાં આવી રહ્યું છે.

હાલના સમયમાં રત્નકલાકારો દ્વારા એક જ માગણી છે કે સરકાર શ્રી દ્વારા તેઓને આર્થિક પેકેજ આપીને તેઓ સહાય કરવામાં આવે જેથી હાલ સમયમાં પડી રહેલી તકલીફથી તેઓ બચી શકે.