દયાબેન ની સંપત્તિ ના આંકડા જાણીને તમે પણ હચમચી જશો,જાણો તેમની લાઇફસ્ટાઇલ વિશે…

Published on: 4:06 pm, Tue, 29 March 22

ઘરે-ઘરે ફેમસ થયેલા આ એક્ટ્રેસ વિશે આજે આપણે વાત કરવાના છીએ. નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામ લોકો તેઓના બહુ જ મોટા ફેન્સ છે. કોઈ પણ વ્યક્તિ એવું નહિ હોય કે જેઓ તેમને જાણતા નહિ હોય. આપણે વાત કરવા જઇ રહ્યા છીએ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ના “ધિ ફેમસ દયાભાભી” વિશે.

સોની સબ પાર આવી રહેલી આ કોમેડી સીરીયલ વર્ષ 2008 થી દર્શકોનું મનોરંજન કરી રહી છે. ત્યારે આ શોમાં એકથી એક ચડિયાતા પાત્રો જોવા મળે છે કે જેમનો મુકાબલો અન્ય કોઈ કરી શકતું નથી. આ તમામ પાત્રો ખૂબ જ લોકપ્રિય થયા છે, પરંતુ સૌથી વધુ લોકચાહના મળી હોય તો તે છે દયા ભાભી.

દયાભાભી ઉર્ફે દિશા વાકાણી વિશે આજે થોડી જાણવા જેવી વાત કરીએ. દિશા વાકાણી ના આજે લાખો ફેન્સ છે. તમે જાણતા જ હશો કે, દિશા વાકાણી હવે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરીયલ નો ભાગ રહી નથી. પરંતુ આજે પણ લોકો તેને દયા ભાભી ના નામથી ઓળખે છે. આપણે જાણીએ છીએ કે વર્ષ 2017માં અંગત કારણોસર દિશા લીવ પર ગયા હતા. પરંતુ ત્યારબાદ તેઓએ શોમાં ફરી એંટ્રી કરી નથી.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરીયલ ના મેકર્સ દ્વારા ઘણીવાર દિશાને અપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ દિશાએ તેમાં ખાસ રુચિ બતાવી નથી. આ ઉપરાંત મેકર્સે એ પણ કહ્યું હતું કે, જો દિશા શો માં પરત આવવા માગતી ન હોય તો તેઓ સીરિયલમાં નવી દયા બેન સાથે આગળ વધશે. પરંતુ જાણવા જેવી વાત તો એ છે કે હજુ સુધી તેઓને રિપ્લેસમેન્ટ મળી નથી.

દિશા વાકાણી ના કુલ નેટવર્થ ની વાત કરીએ તો બૉલીવુડ સ્ટારને પણ ટક્કર આપી રહી છે. દિશા વાકાણી હાલ એક મોટા નેટવર્થ ની માલિક છે. રિપોર્ટ અનુસાર જાણવા મળે છે કે, દિશા વાકાણી નું નેટવર્થ 37 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે, આ નેટવર્થમાં તેઓની ટીવી સીરીયલ, જાહેરાતો અને અન્ય સોર્સીઝ ની કમાણી પણ શામેલ છે. તમને જાણીને ખુશી મળશે કે, દિશા વાકાણી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે.

પોતાની સખત મહેનતના કારણે તેઓએ આજે કરોડો લોકોની લોકચાહના ઊભી કરી છે. હાલ, તેઓ ખૂબ જ પોપ્યુલર પણ બન્યા છે. આ ઉપરાંત ફેન્સ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દિશા વાકાણી જેવો દયાભાભીનો રોલ બીજું કોઈ ના કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દયાબેન ની સંપત્તિ ના આંકડા જાણીને તમે પણ હચમચી જશો,જાણો તેમની લાઇફસ્ટાઇલ વિશે…"

Leave a comment

Your email address will not be published.


*