તમે આવી ચોરી ક્યારેય પણ નહીં જોઈ હોય, બાઈકને રિક્ષામાં નાખીને ચોર ફરાર થઈ ગયા…જુઓ ચોરીનો વિડીયો

Published on: 11:15 am, Fri, 26 August 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનાનો વિડીયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. જેમાં બે ચોર એક બાઈકની ચોરી કરી રહ્યા છે. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

તમે મિત્રો ક્યારેય પણ આવી ચોરીની ઘટના નહીં જોઈ હોય. મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના મુખ્યાલયની ડીસી કોલોનીમાં બનેલી એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. તમે આવી ચોરીની ઘટના પહેલા ક્યારેય પણ નહીં જોઈ હોય.

જેમાં ચોરોએ ઘરની બહાર પાર્ક કરેલી એક બાઈક ઓટો રિક્ષામાં મૂકીને ચોરી ગયા હતા. જે સમયે તે ચોરી કરી રહ્યા હતા આ દરમિયાન રસ્તા પરથી ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ કોઈ પણ લોકોનું ધ્યાન આ લોકો ઉપર ગયું નહીં. જ્યારે બાઈક નો માલિક ઘરની બહાર આવે છે ત્યારે તે પોતાની બાઇક જોતો નથી.

ત્યારબાદ તે સીસીટીવી ફૂટેજ ચેક કરે છે અને ત્યારે તેને ખબર પડે છે કે તેની બાઈક ચોરી થઈ ગઈ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, બે યુવકો ઘરની બહાર પાર્ક કરેલી બાઈક ઉપાડીને ઓટોરિક્ષામાં મુકવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન ઓટો ચાલક પણ નીચે ઉતરીને બાઈક ઓટોમાં મુકવા માટે મદદ કરે છે. ત્યારબાદ બાઈક ઓટોમાં મૂકીને ત્રણેય ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તમે આવી ચોરી ક્યારેય પણ નહીં જોઈ હોય, બાઈકને રિક્ષામાં નાખીને ચોર ફરાર થઈ ગયા…જુઓ ચોરીનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*