વડોદરામાં એક વ્યક્તિએ એક્સપ્રેસ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…જુઓ મૃત્યુના CCTV ફૂટેજ…

Published on: 10:33 am, Fri, 26 August 22

આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરામાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો, વડોદરા રેલ્વે પ્લેટફોર્મ નંબર એક પરથી પસાર થતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની આગળ કૂદીને એક આધેડે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

સમગ્ર ઘટના પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ તમને વિચલિત કરી શકે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના વડોદરાના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ગુરુવારના રોજ 4.41 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર અહીંથી અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન પસાર થઈ રહી હતી.

આ દરમિયાન ટ્રેન પ્લેટફોર્મ પર આવે છે. ત્યારે એક આધેડ સામાન્ય મુસાફરોની જેમ ટ્રેનની નજીક જાય છે. ત્યારબાદ આસપાસ ઉભેલા લોકોની નજર સામે આધેડ ટ્રેનની સામે કૂદી જાય છે. આ ઘટનામાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ રેલવે પ્લેટફોર્મ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલા વ્યક્તિની કોઈ પણ પ્રકારની ઓળખ થઈ નથી પોલીસે તેમના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં એક વ્યક્તિએ એક્સપ્રેસ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…જુઓ મૃત્યુના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*