જાનૈયાઓને યમરાજ દેખાઈ ગયા..! 120ની ઝડપે જતી કાર જાનમાં ઘૂસી ગઈ, 26 જાનૈયાઓ હવામાં ફંગોળાયા…જુઓ અકસ્માતના CCTV ફૂટેજ…

Published on: 4:17 pm, Thu, 16 February 23

મહીસાગર જિલ્લામાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. જિલ્લાના બાલાસિનોરમાં મધ્ય રાત્રે એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. વિગતવાર વાત કરીએ તો સેવાલિયા રોડ પર પેટ્રોલ પંપ પાસે વરઘોડો નીકળ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પૂરપાડ ઝડપે પસાર થતી કાર જાનમાં ઘૂસી ગઈ હતી.

બેકાબુ કાર ચાલકે લગભગ 26 લોકોને અડફેટેમાં લીધા હતા. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે ભાગદોડ બચી ગઈ હતી. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે એક ઝડપી સફેદ કલરની સ્વીફ્ટ કાર વરઘોડામાં ઘૂસી ગઈ હતી.

જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 25 જેટલા જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના રુવાટા ઉભા કરી દેનારી સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ગંભીર અકસ્માતની ઘટના બનતા જ લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો મહીસાગર જિલ્લાના બાલાસીનોરમાં દેવીપુજક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. જેથી ગઈકાલે રાત્રે વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડામાં જાનૈયાઓ મન મૂકીને ડાન્સ કરી રહ્યા હતા.

ત્યારે અચાનક એક ઝડપી સ્વેપ્તકાર જાનમાં ઘૂસી ગઈ હતી અને જાનૈયાઓને અડફેટેમાં લીધા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઇજાગ્રસ્ત થયેલા લોકોને 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 120 ની ઝડપે જતી સ્વીફ્ટ કારે જાનૈયાઓને જોરદાર ટક્કર લગાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જાનૈયાઓને યમરાજ દેખાઈ ગયા..! 120ની ઝડપે જતી કાર જાનમાં ઘૂસી ગઈ, 26 જાનૈયાઓ હવામાં ફંગોળાયા…જુઓ અકસ્માતના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*