બહેનના લગ્નમાં જઈ રહેલા 3 ભાઈઓનું અકસ્માતમાં દર્દનાક મોત, ઘરથી એક કિલોમીટર દૂર ભાઈઓ સાથે કંઈક એવું બન્યું કે… બહેનની લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો…

Published on: 3:44 pm, Thu, 16 February 23

બુધવારના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. ગંભીર અકસ્માતની ઘટનામાં બહેનના લગ્નમાં જઈ રહેલા 3 ભાઈઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો ભયંકાર હતો કે કાર ભાંગીને ભૂક્કો બોલી ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પરિવારમાં ભારે હોબાળો મચી ગયો હતો અને બહેનની લગ્નની ખુશીમાં માતમ છવાયો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટના નાગોર જિલ્લાના ચીતાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુદિલ-કરણપુરા બાયપાસ રોડ ઉપર બની હતી. ત્રણ ભાઈઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા. ઘરથી લગભગ 1 કિલોમીટર દૂર એક બસે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં ત્રણેય ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણસર ત્રણેયના મૃત્યુ થયા છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા ભાઈઓની બહેનના લગ્ન 17 ફેબ્રુઆરીના રોજ થવાના હતા. બહેનની ડોલી ઉઠે તે પહેલા એક સાથે ત્રણ ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

બુધવારના રોજ સાંજના સમયે ત્રણેય ભાઈઓ જયપુરથી હુડીલ ગામ જવા માટે નીકળ્યા હતા. મૃત્યુ પામેલા ત્રણેય ભાઈઓ મામા ફોઈના દીકરા હતા. અકસ્માતની ઘટનામાં બે ભાઈઓના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે ત્રીજા ભાઈનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું.

અકસ્માત એટલો ગંભીર હતો કે હાઈવે રોડ મોતની ચિસોથી ગુંજી ઉઠ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં 21 વર્ષીય વિકાસ અને 22 વર્ષીય સુરજિત નામના ભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

જ્યારે 32 વર્ષીય જગદીશ નામનો ભાઈ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેને સારવાર માટે શિકાર જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા તો રસ્તામાં જગદીશ એ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ ત્રણેયના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બહેનના લગ્નમાં જઈ રહેલા 3 ભાઈઓનું અકસ્માતમાં દર્દનાક મોત, ઘરથી એક કિલોમીટર દૂર ભાઈઓ સાથે કંઈક એવું બન્યું કે… બહેનની લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*