નોકરી પરથી બાઈક લઈને ઘરે જતા 35 વર્ષના યુવકનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત… પરિવારની ખુશીઓમાં માતમ ફેરવાઈ ગયો…

દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક યુવાનની બાઈક આગળ જઈ રહેલી ટ્રોલી સાથે અથડાઈ હતી.

જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇક સવાર યુવકનું દર્દનાક મોત થયું હતું. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના રાજસ્થાનના ભરતપુરમાંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પવન હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. પવન અલવરમાં એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતો હતો. તે ભરતપુરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. મળતી માહિતી અનુસાર ગઈકાલે કરવા ચોથનું વ્રત હતું.

જેના કારણે પવન બાઈક લઈને ભરતપુર આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આગળ જઈ રહેલી ટ્રોલી સાથે પવનની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં પવન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પવનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પવને પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના બન્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી અને ઘટનાને લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પવનના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*