હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક માસુમ બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને હચમચી જશો. મળતી માહિતી અનુસાર 3 વર્ષની માસુમ બાળકીનું મૃતદેહ કૂવામાંથી મળી આવ્યું હતું.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર દુર્યોધન શર્મા નામના વ્યક્તિની ત્રણ વર્ષની બાળકી આજથી ચાર દિવસ પહેલા એટલે કે રવિવારના રોજ અચાનક જ ઘરેથી ગુમ થઈ ગઈ હતી.
ત્યાર પછી પરિવારના સભ્યોએ દીકરીની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. એટલે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં જઈને દીકરીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો અને પોલીસે બંને મળીને દીકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી.
ત્યારે ગઈકાલે સાંજના સમયે શિવ મંદિરની સામે આવેલા એક કુવામાં એક બાળકીનું મૃતદેહ તરતું હતું. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બાળકીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યું હતું. દીકરીનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃત્યુ પામેલી ત્રણ વર્ષની દીકરીનું નામ પ્રિયા શર્મા હતું.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે બાળકીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. હવે પોસ્ટમોર્ટમ આવ્યા બાદ દીકરીના મોતનું સાચું કારણ જાણવા મળશે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "ચાર દિવસ પહેલા ગુમ થયેલી 3 વર્ષની બાળકીનું મૃતદેહ એવી જગ્યાએથી મળ્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વાંચજો…"