ઘરમાં એકલી કામ કરતી મહિલાને અચાનક જ એવો દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 10:51 am, Mon, 6 November 23

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પરિણીત મહિલાને એવું દર્દનાક મોત મળ્યું કે પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. મહિલાનો પતિ અને દેવર કામ પર ગયા હતા.

આ દરમિયાન સાંજના સમયે મકાન માલિકે મહિલાને ઘરની અંદર પાણીની ડોલ પાસે બેભાન હાલતમાં જોઈ હતી. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનું વીજ કરંટ લાગવાના કારણે દર્દના મોત થયું છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ અલકા હતું. અલકા નો પતિ અને દેવર પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શનિવારના રોજ બંને કામ પર ગયા હતા.

આ દરમિયાન અલકા ઘરે એકલી હતી. ત્યારે સાંજના 5:00 વાગ્યાની આસપાસ મકાન માલિકે અલકા ને ઘરની અંદર બેભાન હાલતમાં પડેલી જોઈ હતી. મહિલાની નજીકમાં લોખંડનો એક સળીયો પડ્યો હતો. ત્યારબાદ મકાન માલિકે અલકાના પતિ અને દેવરને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ બંને ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ અલકાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અલકાને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અલકાને વીજ કરંટ કયા કારણોસર લાગ્યો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. આ દુઃખદ ઘટના ઇંદોરમાં બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરમાં એકલી કામ કરતી મહિલાને અચાનક જ એવો દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*