આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને નવાઈ લાગે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા જુગાડ ના વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. ઘણા લોકોમાં જુગાડથી અદભુત વસ્તુઓ બનાવવાની આદત હોય છે.
કેટલાક લોકો જુગાડનો ઉપયોગ કરીને બાઈક ને કારમાં રૂપાંતરિત કરે છે. જ્યારે અન્ય લોકો સાદી કારને લક્ઝરી કારમાં ફેરવે છે અને વિશ્વની સૌથી મોંઘી કારમાની એક છે. આવા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેમાં લોકો જુગાડમાંથી અદભુત વસ્તુઓ બનાવતા જોવા મળે છે.
હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ એવી નીન્જા ટેકનીક નો ઉપયોગ કરીને રસ્તો સાફ કરતો જોવા મળે છે. સામાન્ય રીતે ભારતમાં એવું જોવા મળે છે કે રસ્તા સાફ કરવા માટે એવા લોકોને રાખવામાં આવે છે જેવો રોજ સવારે રસ્તા સાફ કરતા જોવા મળે છે.
પરંતુ આ વીડિયોમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળે છે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાહનમાં કેવી રીતે મોટી સાવરણી લગાવવામાં આવી છે. પછી જેમ જેમ વાહન આગળ વધે છે તેમ તેમ ઝાડુઓ વર્તુળોમાં ફરતા રહે છે અને રસ્તાઓ પરથી ગંદકી દૂર કરે છે.
If something works it doesn’t matter how. 😂pic.twitter.com/WdiHEqYZ4T
— Figen (@TheFigen_) November 3, 2023
આ જુગાડમાં કોઈ મહેનત નથી તમારે ફક્ત વાહનની ગતિને સંતુલિત કરવી પડશે, એટલે કે ધીમેથી ચલાવો જેથી રસ્તો યોગ્ય રીતે સાફ થઈ જાય. રોડ સાફ કરવાની આવી રસપ્રદ ટેકનિક તમે ભાગ્યે જ જોઈ હશે. આ વીડિયોને @TheFigen_નામના આઈડી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.
કેપ્શન માં લખ્યું છે કે ‘જો કંઈક કામ કરે છે, તો કેવી રીતે કામ કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી’. આ વીડિયોને અત્યાર સુધીમાં દસ લાખ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી યુઝર્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment