દિવાળીની ખરીદી કરીને ઘરે જતા દાદા-દાદી અને પૌત્રને ટ્રક ચાલકે કચડી નાખ્યા… ત્રણેયનું એક સાથે કમકમાટીભર્યું મોત…

આજકાલ અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકે દાદા-દાદી અને તેમના 10 વર્ષના પૌત્ર અને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી.

અકસ્માતની ઘટનામાં ત્રણેયના દર્દનાક મોત થયા હતા. ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે.

અહીં રવિવારના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. એક દાદા-દાદી પોતાના 10 વર્ષના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરવા માટે ગયા હતા. ખરીદી કરીને તેઓ ઘરે પરત આવી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં ત્રણેયને અકસ્માત નડ્યો હતો અને ઘટનામાં ત્રણેયનું એકસાથે મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં 54 વર્ષના ચંદ્રપ્રકાશ, તેમની પત્ની ધાબુબાઈ અને 10 વર્ષના પૌત્ર નકુલનું મોત થયું છે.

એક જ પરિવારના ત્રણ સભ્યોના એક સાથે દર્દનાક મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાયો છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં તો પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*