સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં ગુજરાતના આ શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર લાગ્યો પ્રતિબંધ.

196

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરી અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. 5 માર્ચ જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો જાહેર થશે.

અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. છ મહાનગર પાલિકા, આઠ નગરપાલિકા,31 જીલ્લા પંચાયત,231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.કોઈપણ પ્રકારની શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

તે માટે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ધવલ પટેલ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જાહેરનામા અનુસાર સુરત જિલ્લામાં 5 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓએ સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કે.

તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર અથવા કોઇ સભા કરવી કે સરઘસ કાઢવું નહિ.ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણી માટે ચૂંટણી પ્રતિકની ફાળવણી ની પ્રક્રિયા માં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીની કચેરીમાં મોટા સરઘસ લઈને જવું નહી.

જ્યાં એક પક્ષે સભા યોજી હોય તે સ્થળોએ બીજા પક્ષે રેલી લઈ જવું નહીં કે ખલેલ કરવી નહીં.રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક અમલ ને આધીન ધ્વજ, બેનર્સ, કટ આઉટ રાખી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!