સૌરાષ્ટ્રના આ સમાજને ભાજપે અન્યાય કર્યા હોવાનું ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો સ્વીકાર, જાણો વિગતે.

235

ભાલકા તીર્થ ની ભૂમિ પરથી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આહીર સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહ ચૂંટણી સભામાં પલટાયો હતો અને ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર, પ્રદેશ મંત્રી રઘુભાઈ આહીર, ઝવેરભાઈ ઠકરાર.

પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ માનસિંઘ પરમાર સહિત અનેક લોકોનું સન્માન કરવામાં આવ્યો છે.આ પ્રસંગે જિલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ તરફે મતદાન માટે આહવાન કરાયું હતું.2017 વિધાનસભા ચૂંટણીમાં આહિર સમાજની અવગણના ભાજપને ભારી પડી હોવાનો પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને.

સાંસદ રાજેશ ચુડાસમા જાહેર મંચ પરથી એકરાર કર્યો હતો.નવા સંગઠનમાં સમાજને નોંધપાત્ર પ્રતિનિધિત્વ આપી ભાજપે ભૂલ સુધારી હોવાનો દાવો કર્યો હતો અને ગીર-સોમનાથ જિલ્લાની સમાજ દ્વારા.

ભાજપમાં નવનિયુકત પ્રદેશ અને જીલ્લાના હોદ્દેદારો અને સન્માન સમારોહ યોજાયો હતો. આહિર સમાજના સૂચક સન્માન સમારોહ થી કોંગ્રેસમાં સન્નાટો છે. જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!