કોરોના મહામારી વચ્ચે રાશનકાર્ડ ધારકો માટે આવ્યા મોટા ખુશી ના સમાચાર, જાણો.

Published on: 6:30 pm, Thu, 28 January 21

દિલ્હીના રાશન કાર્ડધારકોને માર્ચ મહિનાથી રાસન માટે ક્યાંય જવાની જરૂર નથી.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓ માટે ડોર સ્ટેપ ડીલેવરી સેવા શરૂ કરવા જઈ રહ્યા છો.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ ઘોષણા બાદ હવે ગ્રાહકોને રાશનની દુકાન ઉપર લાઈન લગાવવાની જરૂર નહીં પડે.

પ્રજાસત્તાક દિવસ પર કેજરીવાલ સરકારે ત્રણ મોટી જાહેરાતો કરી છે જેમાં દિલ્હીમાં માર્ચ મહિનાથી રાશન ની ડોર સ્ટેપ ડીલેવરી શરૂ થશે અને વર્ષના અંત સુધીમાં લોકોને આરોગ્ય કાર્ડ મળવાનું પણ શરૂ થઈ જશે.

ઝૂંપન્ડ પટ્ટી વાસીઓને ટૂંક સમયમાં ફ્લેટ મળવાનું પણ શરૂ થઈ જશે.મુખ્યમંત્રીએ કહ્યું કે અમારું સપનું હતું કે ગરીબ લોકોને તેમના ઘરે રાસન મળવું જોઈએ અને આ સપનું માર્ચ મહિનામાં પૂરું થવા જઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ત્યારે ઘણી વખત રાશનની દુકાન ખુલતી નથી અને ઘણી વાર રાશનની દુકાન ના માલિક ખરાબ વર્તન કરે છે. ક્યારેક લોકોને પૂરું રાશન મળતું નથી અને આ સુવિધા હેઠળ કાર્ડ ધારકોને 25 કિલો ઘઉં અને 10 કિલો ચોખા મળશે.

અને સાફ પેકિંગ સાથે જ ઘરે પહોંચાડવામાં આવશે. દર મહિને ક્વોટા અનાજ ક્યાંય પણ ગયા વિના ઘરે ઉપલબ્ધ થશે અને આનાથી લોકોનો સમય પણ બચી જશે અને રાશનની દુકાનો પરની નિર્ભરતા પણ ઓછી થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!